POWER OF SUBCONCIOUS MIND તમે જાગ્રત મન દ્વારા વારંવાર જે વિચાર કરો છો તે તમારા અર્ધજાગ્રત મનમાં ઉતરી જાય છે અને પછી તમારા વિચારો જેવા હોય તે રીતે બહાર આવે છે। તમે સારા વિચાર કરશો તો સારું બનશે અને ખરાબ વિચાર કરશો તો ખરાબ બનશે। એક વખત તમારું અર્ધજાગ્રતમન એક વિચારને , કલ્પનાને સ્વીકારી સ્વીકારી લે છે પછી તેના પર તે અમલ કરવાનો ચાલુ કરી દે છે। આશ્ચર્યની વાત તો એ છે કે અર્ધજાગ્રતમન સારા અને ખરાબ બંને વિચારો માટે સરખી રીતેજ કાર્ય કરે છે. આપણે જો નકારાત્મક વિચારો કરીએ તો નિષ્ફળતા અને દુઃખ મળે છે. પણ જો હકારત્મક વિચારો કરીએ તો સફળતા ,સુખ અને સમૃદ્ધિ મળે છે. STORY- હું તમને એક વાર્તા કહું , આજે આપણે વિમાનને આકાશમાં ઉડતું જોઈએ છીએ ત્યારે આપણને કોઈ ખાસ વાત નથી લાગતી , પણ જયારે વિમાનનો આવિષ્કાર ન થયો હતો ત્યારે આપણે આકાશ માં ઉડવાની વાત કરતે તો લોકો આપણી મજાક ઉડાવતે અને કહેતે કે આતો બેવકૂફી ભરી વાત