Skip to main content


POWER OF SUBCONCIOUS MIND
                                                                          
                                                                      
  • તમે જાગ્રત મન દ્વારા વારંવાર  જે વિચાર કરો છો તે તમારા અર્ધજાગ્રત મનમાં ઉતરી જાય છે અને પછી તમારા વિચારો જેવા હોય તે રીતે  બહાર આવે છે। 
  • તમે સારા વિચાર કરશો  તો સારું બનશે અને ખરાબ વિચાર કરશો  તો  ખરાબ બનશે। 
  • એક વખત તમારું અર્ધજાગ્રતમન એક વિચારને , કલ્પનાને સ્વીકારી સ્વીકારી લે છે પછી તેના પર તે અમલ કરવાનો ચાલુ કરી દે છે। 
  • આશ્ચર્યની વાત તો એ છે કે અર્ધજાગ્રતમન  સારા અને ખરાબ બંને વિચારો માટે સરખી રીતેજ કાર્ય કરે છે.
  • આપણે જો નકારાત્મક વિચારો કરીએ તો નિષ્ફળતા અને દુઃખ મળે છે. પણ જો હકારત્મક વિચારો કરીએ  તો સફળતા ,સુખ અને સમૃદ્ધિ મળે છે.
STORY- હું તમને એક વાર્તા કહું ,

           આજે આપણે વિમાનને આકાશમાં ઉડતું જોઈએ છીએ ત્યારે  આપણને કોઈ ખાસ વાત નથી લાગતી ,
  પણ જયારે વિમાનનો આવિષ્કાર ન થયો હતો ત્યારે આપણે આકાશ માં ઉડવાની વાત કરતે તો લોકો આપણી મજાક ઉડાવતે અને કહેતે કે આતો બેવકૂફી  ભરી  વાત છે.
  પણ વિમાનની શોધ એ મોટામાં મોટો આવિષ્કાર છે.
                      આ કામને સાચું કરીને દેખાડ્યું અમેરિકાના બે વ્યક્તિઓએ ,એમનું નામ છે  ઓરવીલ રાઈટ અને વિલ્બર રાઈટ। આ બંને ને નાનપણથીજ  યંત્રો સાથે રમવાનું  ગમતું  હતું।તેઓ કોઈ ને કોઈ યંત્ર સાથે રમ્યા કરતા। 
                    રમતા રમતા એમના મનમાં વિચાર આવ્યો કે આપણે આકાશમાં કેમ ન ઉડી શકીએ ? અને એમણે  એક દિવસ વિમાનની શોધ કરી। 
                   મિત્રો ,આ છે અર્ધજાગ્રત મનની શક્તિ। રાઇટ્સ  ભાઈઓએ  કલ્પના કરી અને એ કલ્પનાને  હકીકત  બનાવી ।

મિત્રો ,તમે અર્ધજાગ્રત મનને કલ્પના કરીને જે પણ સંદેશ આપશો તેવીજ રીતે અર્ધજાગ્રત મન કામ કરવાનું ચાલુ કરી દે છે. મનોવૈજ્ઞાનિકો  અને મનોચિકિત્સકો  કહે છે કે જયારે આપણા અર્ધજાગ્રત મનને વિચારો મોકલવામાં આવે છે ત્યારે આપણા 'Brain cells" ઉપર તેની છાપ પડી જાય છે.જેવું તમારું અર્ધજાગ્રતમન  કોઈ વિચાર સ્વીકારી લે છે અને તરતજ તેનો અમલ  કરવાનું શરુ કરી દે છે.અને તમારી મુશ્કેલીઓનો તરતજ ઉકેલ લાવે છે ,અથવા મહિનો પણ લાગે પરંતુ ઉકેલ મળે નહિ ત્યાં સુધી અર્ધજાગ્રતમન પ્રયાસો ચાલુજ રાખે છે.
  

જાગ્રતમન અને અર્ધજાગ્રતમન વચ્ચેનો તફાવત 

  •     તમારું જાગ્રતમન એ તર્કથી વિચારતું મન છે એ મનનો એક ભાગ છે જે પસંદગી કરે છે  દા .ત. 
તમે પુસ્તકો પસંદ કરો છો ,ઘર પસંદ કરો છો,ગાડી પસંદ કરો છો, કપડાં પસંદ કરો છો આ બધા નિર્ણયો તમે જાગ્રત મન થી  લો છો। 
                                  બીજી તરફ 
તમારું હૃદય આપોઆપ કામ કરે છે , શરીરના અગત્યના કાર્યો જેવા કે પાચનક્રિયા , લોહીનું  પરિભ્રમણ  અને શ્વાસોશ્વાસ એ તમારા અર્ધજાગ્રત મન દ્વારા  સ્વંય સંચાલિત  તરીકેથી ચાલે છે.

  •       તમારું અર્ધજાગ્રત મન એ જમીન જેવું છે , સારા કે ખરાબ દરેક પ્રકારના બીજનો સ્વીકાર કરીને ઉગાડેજ છે. બીજી વાત એ યાદ રાખવાનીકે તમારું અર્ધજાગ્રતમન  એ સાબિત કરવા નહિ બેસે કે તમારા વિચારો સારા છે કે ખરાબ  , સાચા છે કે ખોટા તે તો તમારા વિચારો અને સૂચનાઓ પ્રમાણે કાર્ય કરશે। 
  • દા। ત.- તમે માની લો  કે તમે જાગ્રત રીતે માની લો કે કોઈ વાત સાચી છે , ભલે પછી તે ખોટી હોય તમારું અર્ધજાગ્રત મન તે સાચી છે એમ માનીનેજ કામ કરશે। અને તેવુંજ પરિણામ આપશે। 
શું તમે ડર , ચિંતા અને બીજા વિનાશક વિચારોના શિકાર બન્યા છો ?  એનો ઉપાય છે.-
        
તમારા અર્ધજાગ્રત મનની શક્તિને જાણો અને સુખ શાંતિ આને સંપૂર્ણ સ્વાસ્થ્ય માટેનો  આદેશ  આપો। આપણું અર્ધજાગ્રત મન દૈવી  અંશ સાથે  જોડાયેલું છે તે તમને તરત જવાબ આપાશે। 
  • આપણું અર્ધજાગ્રત મન ક્યારેય આરામ કરતુ નથી , તે ક્યારેય સુઈ જતું નથી , તે તો  હંમેશા કામ કરતુંજ રહે છે.
  • તમારી કોઈ પણ સમસ્યા હોય રાત્રે સુતા પહેલા તમારા અર્ધજાગ્રત મન ને કહીદો ,દરરોજ આમ  કરશો તો તમારી સમસ્યા હંમેશા માટે દૂર થઇ જશે। 
  • અર્ધજાગ્રત મન ની શક્તિ અનંત છે, તે એક દૈવી શક્તિ છે , તે આપણી અંદરનો ભગવાન છે। 
  • અર્ધજાગ્રત મનનું જોડાણ અનંત દિવ્ય શક્તિ સાથે છે.
  • અમેરિકન  મનોવિજ્ઞાનના પિતામહ  વિલિયમ જેમ્સે  કહ્યું છે " વિશ્વને  ડોલાવવાની શક્તિ તમારા  અર્ધજાગ્રત મન માં  પડેલી છે."
જાગ્રત અને અર્ધજાગ્રત મન બંને  જયારે એકજ સ્તરે કામ કરે છે ત્યારે સારું આરોગ્ય ,સુખ , શાંતિ અને આનંદ આપણને મળે છે.
જયારે આપણે શ્વાસ  પર ધ્યાન   આપીને  અર્ધજાગ્રત અવસ્થામાં  જઈએ છીએ ત્યારે જાગ્રત અને અર્ધજાગ્રત મન બંને એકજ સ્તરે કામ કરે છે। 
આ અવસ્થામાં આપણે જે કઈ સંદેશો અર્ધજાગ્રત મનને આપીએ  તે સ્વીકારી લે છે અને પછી એ હકીકત બનાવી દે  છે.
તો મિત્રો આમ આપણે પણ ઓરવીલ રાઈટ અને વિલ્બર રાઈટ ની જેમ અર્ધજાગ્રત મન નો સાચી રીતે  ઉપયોગ કરીને સફળતા મેળવી શકીએ। 

ઘણી બધી  શુભકામનાઓ 
BEST OF LUCK

Comments

  1. I found one successful example of this truth through this blog. I am going to use such information now.
      World Best Article

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Three Techniques Of Sub-Concious Mind
Two Secret Of Success in Gujarati  Power Of Sub-Concious Mind

પ્રેરણાત્મક ગુજરાતી સુવિચાર - ભાગ-૧

  પ્રેરણાત્મક ગુજરાતી સુવિચાર