મિત્રો સફળતાના બે રહસ્યો છે
1)
Forgive { 1 } માફી આપવી
{ 2 } માફી માંગવી
2)
Prayer
આ બે રહસ્ય ખૂબ જ અસરકારક છે તે પહેલા હું તમને એક વાર્તા કહું છું તે ધ્યાનથી વાંચજો.
એકવાર એક રસ્તા પર ખૂબ મોટો પથ્થર પડેલો હતો લોકો એ રસ્તા પરથી પસાર થતાં અને સાઇટ પરથી પસાર થઈ જતા હતા પણ કોઈએ પથ્થર ને હટાવી ને કિનારે કરતા ન હતા
ત્યારે એક શાકભાજી વેચવા વાળો એ રસ્તા પરથી પસાર થયો એણે જોયું કે આ મોટો પથ્થર રસ્તા પર પડેલો છે અને આવવા જવાવાળા લોકોને પથ્થરથી ખૂબ જ તકલીફ પડી રહી છે એટલે એને માથા પર મૂકેલી શાકભાજી ની ટોપલી રસ્તાની એક કિનારે મૂકી અને પથ્થરને હટાવવા લાગ્યો પથ્થર ખૂબ જ મોટો હતો એટલે એને ખૂબ મહેનત કરવી પડી પણ છેલ્લે એ પથ્થરને ખસેડવામાં સફળ થયો.
અને
જેવો
એ પોતાની શાકભાજી ની ટોપલી લેવા આગળ વધ્યો તો એણે જોયું કે જે જગ્યા પર પથ્થર હતો એ જગ્યાએ એક થેલી હતી અને જેવી એણે થેલી ખોલી ને જોયું તો એમાં ઘણા બધા સોનાના સિક્કા હતા અને એમાં એક ચિઠ્ઠી હતી એમાં લખ્યું હતું કે
હું આ રાજ્યનો રાજા છું અને તમને આ પથ્થર સડક પરથી હટાવવા બદલ તમને ઇનામ ના રૂપમાં આપી રહ્યો છું.
તમે ફક્ત રસ્તા પરથી પથ્થર નથી હટાવ્યો પણ હજારો લોકોને એ શીખવ્યું છે કે આપણા ભાગ્યમાં પડેલા જે પથ્થરોને આપણે ઇગ્નોર કરી ને આગળ વધી જઈએ છીએ પણ આપણને ખબર નથી હોતી કે એ પથ્થરો ની નીચે આપણું ભાગ્ય બદલવા વાળા અવસર દબાયેલા હોય છે. એ પથ્થરો છે આપણા નેગેટિવ વિચારો ભાવનાઓ કોઈના પ્રત્યે અણ ગમાની ભાવના, બદલાની ભાવના , ઈર્ષા, કોઈના પ્રત્યે મનમાં ગુસ્સો ભરીને રાખવો, ખરાબ ઘટનાઓ આ બધા પથ્થરો આપણે આપણા અર્ધજાગ્રત મનમાંથી દૂર કરશું તો આપણું ભાગ્ય બદલાઈ જશે.
1.Forgive - માફી આપવી અને માફી માંગવી
1 ) માફી આપવી,
જે લોકોએ આપણને દુઃખ આપ્યું છે એમને માફ કરી દેવાથી આપણને શાંતિ મળે છે આપણા મનમાં રહેલો ભાર ઓછો થાય છે આપણું મન હળવું થાય છે આપણા મનમાંથી ભૂતકાળની ખરાબ અને દુઃખદ ઘટનાઓ દૂર થાય છે વર્તમાન જીવનમાં જ્યારે આપણે શાંતિથી રહી શકતા નથી કે જીવનને આપણે આનંદિત રીતે માણી શકતા નથી ત્યારે સમજવું કે ભૂતકાળની કોઈ ને કોઈ ઘટના દુઃખદ ઘટના આપણા મનની અંદર હજુ પણ છે.
એ
ભૂતકાળની કોઈ દુઃખદ ઘટના કે યાદ કોઈ પણ હોઈ શકે, એ દુઃખની ભાવના હોઈ શકે, કોઈ એ આપણને દુઃખ પહોંચાડ્યું હોય તે હોઈ શકે, ડર ની ભાવના હોઈ શકે, ગુસ્સાની ભાવના હોઈ શકે, કોઈના પ્રત્યે આપણે મનમાં ગુસ્સો ભરેલો હોય, કોઈનાથી આપણે રિસાઈ ગયા હોય, અને કદાચ આપણા મનમાં કોઈના પ્રત્યે બદલો લેવાની ભાવના હોઈ શકે છે આમાંની કોઇપણ વાત માફી ના આપવાના કારણે જન્મે છે કોઈપણ દુઃખને મટાડવા માટે પ્રેમની જરૂર હોય છે એટલે પ્રેમ તરફ જવાનો રસ્તો એટલે ક્ષમા, માફી. આપણે કોઈને માફ કરી દઈએ તોએ આપણા ગુસ્સાને શાંત કરી દે છે. અને આપણું મન એકદમ શાંત થઈ જાય છે આપણું અર્ધજાગ્રત મન ખૂબ જ સારી રીતે કાર્ય કરે છે આપણા લક્ષ વચ્ચેની તકલીફો અને મુસીબતો દૂર થઈ જાય છે માફી આપવા માટે ની એક ટેકનીક છે.
Technique-
એક શાંત જગ્યાએ બેસો.શ્વાસોશ્વાસની ક્રિયા ૨ મિનિટ સુધી કરો, તમારા
શ્વાસ પર ધ્યાન આપો .ત્યાર પછી, જે વ્યક્તિએ તમને દુઃખ પહોંચાડ્યું હતું તેનો ચહેરો સામે લાવી આમ કહેવું તમે મને જે દુઃખ પહોંચાડ્યું હતું તે બદલ હું તમને માફ કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારા જીવનમાં તમે હંમેશા ખુશ રહો, મને તમારા પ્રત્યે કોઈ ફરિયાદ નથી ,હું તમને અંતરથી માફ કરું છું અને તમે જીવનમાં હંમેશા સફળ થાઓ સુખી થાઓ. અને પછી બંને હાથ ઘસીને આંખો પર થોડીવાર મૂકવા પછી ધીમેથી આંખો ખોલવી.
આમ
આપણું મન એકદમ શાંત અને હળવું થઈ જશે.
2) માફી માંગવી,
બીજું આપણે પણ બીજાને દુઃખ પહોંચાડીએ છીએ આપણે પણ બીજા પાસે માફી માંગવી જોઈએ.આ નાથી આપણામાં રહેલી અપરાધભાવ ની લાગણી દૂર થાય છે અને આપણું મન પવિત્ર બને છે
Technique-
એક
શાંત જગ્યાએ બેસી જાઓ તમારા શ્વાસ પર પાંચ મિનિટ સુધી ધ્યાન આપો ત્યારબાદ તમે જે વ્યક્તિને દુઃખ પહોંચાડયું હતું તેમનો ચહેરો તમારી આંખો સામે લાવીને આ પ્રમાણે બોલવું
“ મેં જે તમને દુઃખ પહોંચાડ્યું હતું તે બદલ હું તમારા પાસે માફી માગું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે હંમેશા સુખી રહો, આનંદિત રહો ,ખુશ રહો.”
આમ કરવાથી આપણને એક અનેરો આનંદ થશે આપણા અર્ધજાગ્રત મનમાંથી નકારાત્મક લાગણીઓ દૂર થશે અને આપણે આપણે જે ચિત્રો અર્ધજાગ્રત મન ને આપીએ છીએ તેના પર અર્ધજાગ્રત મન ખૂબ જ સારી રીતે કાર્ય કરશે આપણને સફળતા જલ્દી મળશે.
2. Prayer
જ્યારે આપણા અર્ધજાગ્રત મન કોઈ વિચારને કે
કોઈ ચિત્રને સ્વીકારે છે ત્યારે આપણી પ્રાર્થના જલ્દી પૂરી
થાય છે. આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે જો
આપણે ગુજરાતના સાથે પુરી શ્રદ્ધા રાખીએ તો આપણી પ્રાર્થના જરૂર ફળે
છે. સ્થાપનાની સાથે આસ્થા અને
શ્રધ્ધા રાખવી પણ ખૂબ જ જરૂરી છે પ્રાથના એ આપણા મનનો વિચાર જ છે આપણે જેવું
વિચારીએ છીએ અનુભવીએ છીએ કે માનીએ છીએ તેઓ જ આપણને મળે છે તેઓ જ આપણો મન શરીર અને
સંજોગો બને છે આપણે જ્યારે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે પ્રાર્થનાની
શક્તિ વધી જાય છે આપણી પ્રાર્થના મજબૂત બને છે અને એ હકીકત બને છે દરેક વ્યક્તિને
સારું આરોગ્ય સુખ સલામતી માનસિક શાંતિ જોઈતી હોય છે પરંતુ ઘણા બધા લોકો આ બધું
એકીસાથે પ્રાપ્ત કરી શકતા નથી.
આપણને ખબર છે કે આપણે જ આપણા
વિચારો બદલી લાગણીઓને બદલીયે તો આપણું જીવન સુધરી જાય. પરંતુ સમસ્યા એ છે
કે પ્રાર્થના કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ ની આપણને ખબર નથી, વૈજ્ઞાનિક રીતે જો આપણે
પ્રાર્થના કરીએ તો આપણા જાગ્રત મનથી કરેલી પ્રાર્થના એ આપણા અર્ધજાગ્રત મનને મળે
છે મનની
અવસ્થા માં કરેલી પ્રાર્થના આપણામાં પડેલી અનંત શક્તિઓને જગાવે છે આપણામાં રહેલી દૈવી
શક્તિ ને જાગ્રત કરે છે જો તમે સુખી અને સમૃદ્ધ જીવન જીવવા માગતા હો તો આ ચમત્કાર
કરી શકે તેવી આ શક્તિ નું ઉપયોગ શરૂ કરો.
તમારે તો ફક્ત એટલું જ
કરવાનું છે કે તમારે જે કંઈ જોઈએ છે ,તમારી
જે પ્રાર્થના છે તે પ્રાર્થના કરો ત્યારે સ્થાપનાની સાથે કલ્પના પણ કરવાની છે અને
સાથે તમારે માનસિક રીતે અને તમારી લાગણીઓને પણ જોડવાની છે તમારી પ્રાર્થના ના
ચિત્રો તમારા અર્ધજાગ્રત મનને આપવાના છે અને પછી આ બધું તમારે તમારા અર્ધજાગ્રત મન
પર છોડી દેવાનું છે અને પછી એ બધું સંભાળી લેશે તમારા અર્ધજાગ્રત મન ની ચમત્કારિક
શક્તિ બધું સંભાળી લેશે તમે જે પ્રાર્થના કરી છે તે તે પ્રાર્થના પૂરી કરવા માટે તમારું આ
જગતમાં એની બધી શક્તિઓ કામે લગાડી દેશે અને પછી જુઓ તમારો જીવન કેટલું સુંદર થઈ
જશે તમારા જીવનમાંથી અંતર દૂર થઈ જશે અને તમારા જીવનમાં ઉજાસ આવી જશે.
વૈજ્ઞાનિક રીતે પ્રાર્થના કરવાની એક ટેકનીક
છે
Technique
એક શાંત જગ્યાએ બેસી જાઓ બે મિનિટ સુધી
તમારા શ્વાસ પર ધ્યાન આપો ત્યારબાદ પાંચ થી એક સુધી ઊંધી ગિનતી બોલો આમ ગીનતી બોલશો
એટલે તમે અર્ધજાગ્રત અવસ્થામાં પહોંચી જશો .ત્યારબાદ તમારે પ્રાર્થના, વિચારો અને કલ્પનાથી કરવાની છે .સાથે તમારે
તમારી લાગણીઓને પણ જોડવાની છે તમારી જે પ્રાર્થના હતી તે સફળ
થઈ જાય,
તમને મળી જાય ત્યારે જે લાગણી થાય ત્યારે તમને જે આનંદ થાય તે આનંદ ની અનુભૂતિ, અહેસાસ કરવાનો છે. આમ કરવાથી તમારી
પ્રાર્થના ખૂબ જ શક્તિશાળી
બનશે .
આમ પ્રાર્થના કર્યા પછી ફરીથી તમારે તમારા
શ્વાસ પર ધ્યાન આપતા ધીમેથી એક થી પાંચ સુધી ગિનતી બોલીને, તમારા બંને હાથ ઘસીને તમારી આંખો પર મુકવા
અને પછી ધીમેથી આંખો ખોલવી. ,તમારું
મન એકદમ પ્રફુલ્લિત થશે,તમે ખૂબ
ખૂશ હસો ,આનંદીત
થશો. આમ જ્યાં સુધી તમારી
પ્રાર્થના સફળ ન થાય ત્યાં સુધી આવી રીતે દરરોજ સવાર સાંજ તમારે પ્રાર્થના કરવાની, જેનાથી તમને ખૂબ જ સારું પરિણામ મળશે. .
Thank you for reading.
Best of luck.
Comments
Post a Comment