Skip to main content

What Is Mind In Gujarati


                                                                                                                                                                                                                                                                                                                                                              ⇨ મન શું છે ?

મિત્રો, તમને વિચાર આવતો  હશે કે મન  શું છે ? તમને મનમાં વારંવાર પ્રશ્ન થતો  હશે કે મન એટલે શું ?  તમે વારંવાર  સાંભળ્યું હશે કે મન ની શક્તિ ની કોઇ સીમા નથી, મન ના કાર્યો, મન તો ચંચળ છે, મન જે ધારે તે કરી શકે, પણ તમને મન  વિશે વિચાર આવતો હશે કે મન છે શું ?
           તો ચાલો આપણે મન  વિશે જાણીએ, મિત્રો મન  આપણા શરીરમાં છે, પણ આપણને દેખાતું નથી .પણ એનો  અનુભવ કરી શકાય છે.. મનોવિજ્ઞાનીઓ ના મતે મન એટલે આપણા શરીરનો ભાગ છે જે વિચારવાનું સમજવાનું  અને કોઇ પણ બાબતને ગ્રહણ કરવાનું કામ કરે છે. મન ( MIND ) અને          મગજ ( BRAIN ) બંનેમાં ફરક છે. બંને જુદા છે એના વિશે હું તમને મારા બીજા આર્ટિકલમાં  વાત કરીશ.
     ⇨ મગજ આપણી ખોપડીમાં  ફિટ એક ભૌતિક ભાગ છે.  જેને આપણે જોઈ શકીએ છીએ પકડી શકીએ છીએ. જ્યારે મનને આપણે જોઈ શકતા નથી, પકડી શકતા નથી પણ એનો અનુભવ કરી શકીએ છીએ.  મહેસૂસ કરી શકીએ છીએ .
     ⇨ મન વિચારવાનું કામ કરે છે, કલ્પના કરવાનું કામ કરે છે. જ્યારે આપણને કોઈ દુઃખ આવે છે ત્યારે આપણી આંખોમાંથી આંસુ આવે છે, આપણા મનના કારણે .આપણને ગુસ્સો આવે છે, આપણને ડર લાગે છે, આપણને ખુશી થાય છે, બધું મનના કારણે થાય છે. તમારી સફળતા,અસફળતાની પાછળ મનનું મહત્વ છે. તમે જો મન પર કાબૂ મેળવી લો, તો તમે દુનિયા જીતી શકો છો. મનરૂપી ગાડીના તમે ડ્રાઇવર છો .તમને જો મન ની ગાડી બરાબર ચલાવતા આવડી જાય તો તમે જ્યાં ઈચ્છો ત્યાં તમે જઈ શકો છો.
 તમે જે ઇચ્છા કરો છો તે તમારું મન કરે છે. મારે સારું ઘર બનાવવું છે, મારે પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા છે, મારે હંમેશા તંદુરસ્ત રહેવું છે, તમારી પસંદ-નાપસંદ બધુ મનથી કરો છો. અત્યારે તમે જ્યાં પણ છો, જ્યાં  રહો છો, કે નોકરી કરો છો, જે તમે ભોજન કરો છો, જેવા તમે કપડાં પહેરો છો બધું તમારા મનની ચોઇસ છે. એટલે મિત્રો તમે જો તમારા મનની ગાડી ચલાવતા શીખી જશો તો સુખ સુખ છે.  મનો વૈજ્ઞાનિકોના મતે આપણા મનમાં દરરોજ સરેરાશ ૬૦ હજાર વિચાર આવે છે.
    ⇨ મન અને એના કાર્ય ની વિધિ પદ્ધતિઓનો અભ્યાસ મનોવિજ્ઞાન નામની સંસ્થા દ્વારા કરવામાં આવે છે. મનોવિજ્ઞાન ના મતે મનની  ની કાર્ય કરવાની પદ્ધતિ ના આધારે મને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે

 ( )   જાગ્રત મન          ( Concious Mind )

 ➤( )   અર્ધજાગ્રત મન    ( Sub-Concious Mind )

     ⇨ જાગ્રત મન આપણી જાગ્રત અવસ્થા છે, આપણે જાગતા હોઈએ, ત્યારે કામ કરે છે. જ્યારે અર્ધજાગ્રત મન હંમેશા રાત-દિવસ કામ કરતું રહે છે. આપણે સુઈ જઈએ ત્યારે પણ કામ કરતું રહે છે.

 ⇨ જાગ્રત મન પાસે ૧૦ ટકા શક્તિ છે જ્યારે અર્ધજાગ્રત મન પાસે 90% શક્તિ છે

     ⇨ અત્યારે તમે જે જોઈ રહ્યા છો, અત્યારે તમે આર્ટીકલ વાંચી રહ્યા છો, તે તમે જાગ્રત અવસ્થામાં કરો છો. જે પણ કામ આપણે જાગ્રત અવસ્થામાં કરીએ છીએ તે જાગ્રત મન કરે છે.
 subconscious mind મનનો ભાગ છે જેમાં આપણી જૂની યાદો, અનુભવો ઘટનાઓ પડેલા છે. જેને આપણે યાદ કરીને જાગ્રત મન માં લાવી શકીએ છીએ. તમને કહેવામાં આવે કે તમે તમારી બાળપણની ઘટના યાદ કરો તમને તમારા બાળપણ ની ઘટનાઓ યાદ આવવા લાગશે, જ્યાંથી આપણે બાળપણ ની ઘટનાઓ યાદ કરીએ છીએ તે આપણું અર્ધજાગ્રત મન છે.
       ⇨ તમને ગમતી કોઈ ફિલ્મ તમે જોઈ હોય, અને તમને તે ફિલ્મને  યાદ કરવાનું કહેવામાં આવે, તો એ ફિલ્મ તમને મનમાં દેખાવા લાગે છે . ફિલ્મ તમને અર્ધજાગ્રત મન બતાવે છે. આવું  એટલા માટે થાય છે આપણે જ્યારે કોઈ ફિલ્મ જોઈએ છીએ, ત્યારે આપણે જાગ્રત મન દ્વારા જોઈએ છીએ, અને પછી ફિલ્મ આપણા અર્ધજાગ્રત મનમાં ઉતરી જાય છે, હંમેશા માટે સંગ્રહ થઈ જાય છે.
અર્ધજાગ્રત મન હાર્ડ ડિસ્ક ની જેમ છે, જે આપણા બધા વિચારો, અનુભવો, ધારણાઓ અને માન્યતાઓને સંગ્રહ કરી રાખે છે. એટલે અર્ધજાગ્રત મન સમજી વિચારીને કામ કરતું નથી પણ આપણા જૂના અનુભવો અને વિચારોને આધારે કામ કરે છે.

⇨ જાગ્રત મન ( Concious Mind ) અને અર્ધજાગ્રત મન ( Sub- Concious Mind ) ને  આપણે  બાઈક ના ઉદાહરણ દ્વારા સમજીએ
              ➤ જ્યારે કોઈ વ્યક્તિ પહેલીવાર બાઈક ચલાવવાનું શીખી રહ્યો હોય છે, ત્યારે બાઇકને ધ્યાનપૂર્વક જુએ છે,  પછી accelerator અને બ્રેક કેવી રીતે  લગાવવી તે શીખે છે, કલજ  કેવી રીતે છોડવો તે શીખે છે. પછી બાઇકને સંતુલન કરવાનું શીખે છે. શરૂઆતમાં તો એકદમ ધ્યાનપૂર્વક ચલાવે છે.એને બિક પણ લાગે છે. પણ પછી બાઈક ચલાવવાનું શીખી જાય છે પછી તો મિત્રો સાથે વાત કરતાં કરતાં પણ બાઈક ચલાવે છે,એની બિક દુર થઇ જાય છે.અને  કોઈ કાર્ય કરતાં કરતાં  પણ બાઈક ચલાવે છે.
 આવું કેમ થાય છે તે સમજીએ
 શરૂઆતમાં જ્યારે વ્યક્તિ પહેલીવાર, બાઈક ચલાવવાનું શીખે છે, ત્યારે જાગ્રત મનનો ઉપયોગ કરે છે. ત્યારે જાગ્રત મનથી શીખે છે.
          ➤ પણ પછી વ્યક્તિ બાઇકને વારંવાર ચલાવે છે. વારંવાર પ્રેક્ટિસ કરે છે, ત્યારે અનુભવ એના અર્ધજાગ્રત મનમાં સંગ્રહ થઇ જાય છે. ત્યારે જાગ્રત મન  અર્ધજાગ્રત મન ની જગ્યા લઈ લે છે.  આપણું  અર્ધજાગ્રત મન ઓટોમેટીક સિસ્ટમ જેવું છે, જે સ્વયંસંચાલિત રીતે કાર્ય કરે છે. એટલે આપણી આદતો અને માન્યતાઓનું  નિર્માણ પણ એવી રીતે થાય છે. એટલે આપણે વારંવાર જે કાર્ય કરીએ છીએ તે આપણી આદત બની જાય છે. સારી આદતો હોય કે ખરાબ. માટે આપણે સારી આદતો કેળવીને આપણું જીવન હંમેશા માટે બદલી શકીએ છીએ. એટલે મિત્રો તમે તમારા મનની ગાડી ચલાવતા શીખી જાઓ અને તમારા જીવનને તમારા પરિવારના જીવનને ધન્ય બનાવો એવી શુભેચ્છા .
આર્ટીકલ વાંચવા બદલ તમારો અભાર.

         Thank You                                                                   Best Of Luck

Comments

Popular posts from this blog

Three Techniques Of Sub-Concious Mind
Two Secret Of Success in Gujarati  Power Of Sub-Concious Mind

પ્રેરણાત્મક ગુજરાતી સુવિચાર - ભાગ-૧

  પ્રેરણાત્મક ગુજરાતી સુવિચાર