Skip to main content

How To Change Your Life In Gujarati.


How To Change Your Life ? Five Tools.



જિંદગીમાં બદલાવ કઈ રીતે લાવવો ?
જો તમારે સુખ અને આનંદથી છલકાતું જીવન જોઈતું હોય તો તમારે સુખ અને આનંદથી ભરપૂર વિચારો કરવા જોઈએ . જો તમને સમૃદ્ધ જીવન જોઈતો હોય તો તમારે. સમૃદ્ધિના વિચારો કરવા જોઈએ. પ્રેમથી છલકાતી જિંદગી જોઈતી હોય તો તમારા વિચારો પ્રેમથી ભરપૂર હોવા જોઈએ. આપણે જે કંઈ મનમાં વિચારીએ છીએ,  બોલીએ છીએ કે કલ્પના કરીએ છીએ ત્યારે તે આપણે પ્રાપ્ત કરીએ છીએ
(૧)  શરૂઆત અત્યારે કરો - આજ સમયે
     ક્ષણમાં સાચી શક્તિ છે. સમયે શક્તિનું કેન્દ્ર છે. સમય , ક્ષણ સાચો સમય છે. જિંદગીમાં બદલાવ લાવવા માટે. શક્તિ તો હંમેશા વહ્યા કરે છે, ક્યારેય અટકતી નથી. વિશ્વ શક્તિ માંથી આપણને શક્તિ મળતી રહે છે.
તમે કેટલા સમયથી બીમાર છો ? કેટલા સમયથી તમે નિષ્ફળ છો ?  કેટલા સમયથી તમે સંબંધોમાં નિષ્ફળ છો ? કેટલા સમયથી તમે પૈસાની મુસીબતમાં છો ? કેટલા સમયથી તમે નિરાશામાં છો ? કેટલા સમયથી તમે તમારા બિઝનેસમાં નિષ્ફળ છો ? કેટલા સમયથી તમે માનસિક રીતે તૂટી ગયેલા છો ? વાત મહત્વની નથી. તમે આજે નવી શરૂઆત કરી શકો તેમ છો, અને તમે જેવી શરૂઆત કરશો તો તમારી જિંદગીમાં બદલાવ આવવાની શરૂઆત થઇ  જશે તમને જિંદગીમાં ચમત્કાર જોવા મળશે.
    ફક્ત તમારે શરૂઆત કરવાની છે . વિશ્વ શક્તિ તમારી શરૂઆત ની, રાહ જોઈને બેઠી છે. તમે તમારી દરેક સમસ્યાને, દૂર કરી શકો તેમ છો બધી શક્તિ તમારી પાસે છે. તમારામાં શક્તિનો ભંડાર છે. એટલું યાદ રાખજો કે તમે અને ફક્ત તમે , તમારી સમસ્યા દૂર કરી શકો તેમ છો ,તમારા સપના પુરા કરી શકો છો .તમારી દુનિયા માં તમે શક્તિમાન છો અને પૂરેપૂરી સત્તા તમારી પાસે છે.
    ભૂતકાળમાં તમારી જે માન્યતાઓ હતી, તમે જે વિચારો કરેલા તે આજે તમારી પાસે છે. તેવી જિંદગી આજે તમારી છે. હવે પછી તમે જે માન્યતાઓ રાખશો, વિચારો કરશો, તેવી જિંદગી તમારી હવે પછીની હશે. સમયે નવી રીત ની શરૂઆત થાય છે .દરેક  ક્ષણએક નવી શરૂઆત છે. અને ક્ષણ તમારા માટે અત્યારે નવી શરૂઆત કરી રહી છે, તમારી જિંદગીમાં સમયે બદલાવ ચાલુ થઈ રહ્યો છે.
.  નકારાત્મક વિચારો ને અટકાવો
    જો કોઈ નકારાત્મક વિચાર તમારા મનમાં આવે તો તેને અંદર જતા રોકો ,,એને કહો અત્યારે બહાર નીકળી જા, જેમ કે તમારા મનમાં વિચાર આવે કે આજે તો ખરાબ દિવસ જવાનો છે તરત તમારે વાક્ય બદલી નાખવાનું અને તમારે પોતાને ૩ વખત કહેવાનું
          આજે તો ખૂબ સારો દિવસ જવાનો છે “
 કોઈ તમને કહે કે, તું   કામ કરી શકે ત્યારે તરત તમારા મનમાં ત્રણ વખત કહેવાનું
           હું કામ ખૂબ સારી રીતે કરી શકીશ
     કોઈ તમને કહે આના માં તો અક્કલ નથી તરત વાક્ય બદલીને ત્રણ વખત તમારે પોતાની જાતને કહેવાનું   હું તો ખૂબ બુદ્ધિશાળી છું “
 તો આવી રીતે આપણે આપણા મનમાં જતા નેગેટીવ વિચારો અટકાવવાના છે .આજુબાજુના વાતાવરણમાંથી કેટલા આવા નકારાત્મક વિચારો આપણા મનમાં ભરાઈ ગયા હતા જે આપણને ખબર જ હતી.

.  જિંદગી બદલવાનો નિર્ણય કરો- તીવ્ર ઈચ્છા કરો.
    તમારે વારંવાર બોલવાનું છે
                                        હું મારી જિંદગી બદલવા માટે તૈયાર છું.”   ધ્યાનમાં બેસીને વાક્ય વારંવાર બોલવાનું છે. વાક્ય વારંવાર બોલવાથી સૃષ્ટિ તમને તેવુંજ આપશે જે તમે ઇચ્છો છો અને તમારી જિંદગીમાં બદલાવ આવશે .તમારા સંબંધોમાં સુધારો  આવશે. સૃષ્ટિ દિવ્ય શક્તિ તમને નવી તકો આપશે, તમને શક્તિ આપશે, જેનાથી તમારી માનસિક દુનિયામાં ચમત્કાર થશે. તમારા બિઝનેસ માં વૃદ્ધિ થશે તમારું  સ્વાસ્થ્ય સારું થશે તમારી વર્ષો જૂની બીમારી દૂર થશે.
 જ્યારે  લોકો જ્યારે નક્કી કરે છે કે મારે હવે તંદુરસ્ત થવું છે ત્યારે તેઓ મજબૂત મન કરીને જંકફુડ ખાવાનું બંધ કરે છે અને પૌષ્ટિક ખોરાક લેવાનું ચાલુ કરે છે. ત્યારે તેમના શરીરમાંથી કચરો બહાર નીકળે છે. અને જ્યારે શરીરનો કચરો બહાર નિક્ળે છે ત્યારે  તેઓને બે ત્રણ દિવસ હેરાન કરે છે.
 તેવી રીતે તમે માન્યતાઓ અને વિચારો બદલવાની શરૂઆત કરો છો ત્યારે શરૂઆતમાં, જુના નકારાત્મક વિચારો તમને હેરાન કરશે  પણ એના તરફ ધ્યાન આપવાનું નથી તરફ ધ્યાન આપો એટલે જતા રહેશે અને તમારે પોઝિટિવ વિચારો તમારા મનમાં ભર્યા કરવાના છે.

તીવ્ર ઈચ્છા કરો- જ્યારે તમે નક્કી કરો છો કે  મારે મારી જિંદગીમાં બદલાવ લાવો છે તમારી જિંદગી બદલાવવાની શરૂઆત થઈ જાય છે દિવ્ય શક્તિનો પ્રવાહ તમારી તરફ વહેવા માંડે છે.
         તમે કાચ સામે ઊભા રહો અને તમારી આંખો માં જુઓ અને મોટે થી દસ વખત બોલો
 હું મારી જિંદગીમાં બદલાવ લાવવા માટે તૈયાર છું, હું મારા મનમાં આવતા દરેક નકારાત્મક વિચારોને દૂર કરું છું.”
આમ દરરોજ કાચ સામે ઉભા રહીને બોલવું..

.  તમારા મન નો સ્વીકાર કરો
          તમારે ક્યારેય તમારામાં પણ દબાણ કરવાનું નથી .તમે તમારી જાત નો સ્વીકાર કરો ,અને તમારી જાતને પ્રેમ કરવા માંડો.  તમારે તમારા મન પ્રત્યે  ખૂબ ધીરજ રાખવી પડશે. ધીરે-ધીરે તમારા મનમાં બદલાવ લાવો પડશે. જેવું છે તેવું આખરે તો તમારું પોતાનું મન છે તમારા મન સાથે પ્રેમથી વર્તન કરજો
        તમે વિચાર કરો તમારી સામે ત્રણ વર્ષનું  બાળક છે ,અને તે ગભરાયેલું છે. કોઇક વાતથી ડરેલું છે. તો તમે શું કરશો ?  તમે એ બાળક પર ગુસ્સો કરશો, કે હાથમાં લઈને પ્રેમ આપશો ?  હૂંફ આપશો ?
 એવી રીતે તમારી અંદર રહેલા બાળકને જો તમે પ્રેમ આપો તો કેવું લાગે ?  ભૂતકાળમાં જે વીતી ગયું તે વીતી ગયું, હવે તમને નવી તક મળી છે. તમારી જાત સાથે કેવું વર્તન કરશો ? તમારી અંદરના ડરી ગયેલા બાળકને પ્રેમ જોઈતો હોય છે. એટલે તમારી જાત ને પ્રેમ આપો. એનો સ્વીકાર કરો અને એના પ્રત્યે ઉદાર બનો.

.  મનનો ઉપયોગ કરો.
                          શાંત મને વિચાર કરો તમારું મન એક શક્તિશાળી સાધન છે અને તમને જેમ ઈચ્છા થાય તેમ એનો ઉપયોગ કરી શકો છો. તમે એવું વિચારશો કે બદલાવ લાવવો મારા માટે સરળ છે. તો વિચાર તમારો સાચો બની જશે. તમારા મનમાં વિચારી શકાય તેવી શક્તિ છે. તમારું મન શક્તિનો સમુદ્ર છે. તમે તમારા મનના માલિક છો, વિચારોના ગુલામ નથી.
      બદલાવ ના બીજ રોપવાની શરૂઆત કરો
         તમે જો ટામેટાના બીજ રોપશો, એને યોગ્ય પોષણ ,પાણી, પ્રકાશ આપશો તો એમાં અંકુર જરૂર ફુટશે .અને  આજુબાજુના નકામા કચરાને, ઉખેડીને ફેંકી દેશો, તો છોડ મોટો થશે અને ખુબ ટામેટા આવશે. તેવી રીતે, તમે તમારી જિંદગીમાં બદલાવ લાવવાના બીજ રોપશો, સફળતા માટેના બીજ રોપશો  અને પછી એને સકારાત્મક વિચારો નું પાણી અને શ્રદ્ધાનો તડકો આપશો તો તમને સફળતા જરૂર મળશે.
 એક ક્ષણ હવે આવી ગઇ છે કે તમારી જિંદગીમાં તમારે જે બદલાવ લાવવો હોય તેની યાદી બનાવી
 જેવી કે
     મારે વજન ઓછું કરવું છે
      મારે વ્યસનમાંથી મુક્તિ મેળવી છે
      સમાજમાં પ્રતિષ્ઠા ઉભી કરવી છે
      મારા બિઝનેસને ઊંચાઇ પર લઇ જવો છે
      મારે હંમેશા પોઝિટિવ થવું છે
      મારે નકારાત્મક વિચારોથી મુક્તિ મેળવવી છે
      મારા બાળકોને સફળ બનાવવા છે
      મારે યાદ શક્તિ વધારવી છે
      મારા શરીરને તંદુરસ્ત બનવું છે
      મારે દરરોજ કસરત કરવી છે
      મારે મારા સંબંધો સુધારવા છે
      મારે યોગ્ય જીવનસાથી મેળવવો છે
     મારે ધનવાન બનવું છે
      લોકોને મદદ કરવી છે
      મારો પરિવાર મને ખૂબ પ્રેમ કરે
      મારા પરિવારને બધા સુખ આપવા છે
      મારે હંમેશા પોઝિટિવ વિચારો કરવા છે
      મારે પરીક્ષા માં સફળ થવું છે
     મારે વજન વધારવું છે
                                 યાદી બની ગયા પછી શાંત જગ્યાએ બેસી જાઓ અને તમને જે જોઈએ છે તેની કલ્પના કરો. આંખો બંધ કરીને શ્વાસોશ્વાસની ક્રિયા પર ધ્યાન આપીને તમને વસ્તુ મળી ગઈ છે તેવી કલ્પના કરો. તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી ચુક્યા છો, તેવી કલ્પના કરો .તમે તમારી જિંદગીમાં બદલાવ લાવી ચુક્યા છો તેવી કલ્પના કરો.
           તમે તમારા અર્ધજાગ્રત મન ને એવા ચિત્રો બતાવશો કે હકીકતમાં તમને મળી ગયું છે તો તમારું અર્ધજાગ્રત મન, હકીકત માની લેશે અને તમારા માટે શ્રુષ્ટિ નવી તકો ઊભી કરશે અને એવું વાતાવરણ ઊભું કરશે જેનાથી તમે તમારી જિંદગીમાં આસાનીથી બદલાવ લાવી શકશો.
  આર્ટિકલ વાંચવા બદલ તમારો આભાર
 અને તમે તમારી જિંદગીમાં બદલાવ લાવો તેવી અભિલાષા સાથે અસ્તુ.
Thank You                                             Best Of luck



Comments

Popular posts from this blog

Three Techniques Of Sub-Concious Mind
Two Secret Of Success in Gujarati  Power Of Sub-Concious Mind

પ્રેરણાત્મક ગુજરાતી સુવિચાર - ભાગ-૧

  પ્રેરણાત્મક ગુજરાતી સુવિચાર