How To Get Peace Of Mind
મનની શાંતિ કઈ રીતે મેળવવી
મિત્રો મનને શાંતિ કઈ રીતે મેળવવી તેના વિશે વાત કરવા જઈ રહ્યો છું તે પહેલાં હું તમને એક પ્રસંગ કહેવા માંગુ છું. .
એક
ગાર્ડન ની બાજુમાં ત્રણ મિત્રો મોર્નિંગ વોક કરી રહ્યા હતા. મોર્નિંગ વોક કર્યા પછી તેઓ ગાર્ડનમાં લોન પર રિલેક્સ થવા માટે બેઠા હતા.અને વાતો કરી રહ્યા હતા એમના વચ્ચે ગઈકાલ રાત્રે ઊંઘ કેવી આવી એના વિશે વાત ચાલી રહી હતી તે વિષય ખરેખર એમના જીવન વિશે ખૂબ જ અગત્યનો હતો.
1. એક જણે કહ્યું કે એને ગઇરાત્રે જરાક પણ ઊંઘ ન આવી હતી. એ ખૂબ જ બેચેન હતો, એના મોઢા ઉપર થાક દેખાતો હતો. એણે આખી રાત પથારીમાં પડખું ફેરવીને રાત કાઢી હતી.
એ
બોલ્યો મને લાગે છે કે મારે સુવા જતા પહેલા નેગેટિવ વાતો કરવાની બંધ કરવી જોઈએ. એણે કહ્યું કે ગઈકાલે સૂતા પહેલાં અને મારા પરિવાર સાથે આખા દિવસમાં બનેલી ખરાબ ઘટનાઓ વિશે વાત કર્યા કરી. જેમકે
1. મારા બોસે મને બે શબ્દો કહ્યા.
2. મારા બોસ સાથે રકઝક થઈ.
3. ઓફિસે થી ઘરે આવતા કેટલું બધું ટ્રાફિક નડ્યું.
૪.આજે તો હું કામ કરી ને હેરાન થઈ ગયો.
આ
બધી વાતો કરવાથી મારા મનમાં તોફાન થઈ ગયું હતું. એટલે મને સરખી ઊંઘ આવી જ નહી.. મારુ મન રાત્રે તકલીફોથી હેરાન થઈ ગયું હત. રાત્રે મારુ મન દુઃખોથી ભરાયેલું હતું. એટલે હું ઊંઘી ન શક્યો. રાત્રે હું હેરાન થઈ ગયો.
મારું
મન અશાંત અને દુખોથી ભરાયેલું હતું.
૨. બીજી
વ્યક્તિએ કહ્યું- મને તો ગઈ રાત્રે ખૂબ જ સરસ ઊંઘ આવી ગઈ હતી.
કારણકે હું ઓફિસેથી ઘરે આવ્યા પછી આખા દિવસમાં બનેલી ખરાબ ઘટનાઓ ભૂલી ગયો હતો. રાત્રે સૂવા જતાં પહેલાં મેં મારા પરિવાર સાથે આખા દિવસમાં બનેલી સારી અને આનંદદાયક ઘટનાઓની વાતો કરી હતી જેમ કે..
૧. આજે તો ઓફિસમાં ખુબ જ સરસ જમવાનું મળ્યું.
૨. રસ્તે આવતી વખતે મને જૂનો મિત્ર મળી ગયો એની સાથે વાતો કરી ને ખૂબ જ આનંદ થયો.
૩. ટ્રાફિકમાં ફસાઈ ગયો ત્યારે મોબાઈલમાં મોટીવેશનલ સોંગ સાંભળ્યું જેનાથી મને રાહત થઈ.
૪. બપોરે રિસેસના ટાઈમમાં મોટીવેશનલ બુક વાંચી જેનાથી ખુબ જ આનંદ થયો.
આમ
રાત્રે સૂતા પહેલાં એ ખરાબ બાબતો ને ભૂલીને આખા દિવસમાં જેટલી પણ સારી બાબતો મારા સાથે બની હતી તે યાદ કરી એટલે મને સરસ ઊંઘ આવી ગઈ હતી.
બીજું રાત્રે સુવા જતા પહેલા મેં એક ટેકનિક અજમાવી જેનાથી મને સારી ઉંઘ આવી.
સૂવા
જતા પહેલાં મેં એક મોટીવેશનલ બુક વાંચી હતી અને હું દરરોજ સૂતા પહેલા પ્રાર્થના સાંભળું છું એટલે મને ખૂબ જ સરસ ઊંઘ આવી જાય છે.
એટલે મારા મનમાં ખુશી અને શાંતિ હતી.
તો
અહીં તમારી પાસે બે વાક્યો છે
૧. મારું મન
અશાંત અને દુઃખોથી ભરાયેલું હતું.
૨. મારા મનમાં ખુશી અને શાંતિ હતી.
આ
બે વાક્યો માંથી તમને કયું વાક્ય ગમશે ? જો આપણું મન માનસિક તનાવ થી ભરેલું હશે તો આપણે જીવનનું સાચું સુખ પામતા નથી. તો આપણે આપણા વિચારોમાં બદલાવ લાવવો પડશે. ભગવાને માણસને મોટામાં મોટી ભેટ અને શક્તિ આપેલી છે, એ છે મનની શાંતિ પણ આપણે જ આપણા મનમાં અશાંતિ પેદા કરીએ છીએ, જો તમે તમારા વિચારોને જો બદલશો તો હવે પછીનું જીવન તમારું ખૂબ જ સુખમય અને શાંતિમય બની જશે..
મનની શાંતિ મેળવવા માટેની એક ટેકનિક
મનની શાંતિ મેળવવા માટે તમારા મનમાં જે જૂના નેગેટિવ ખરાબ વિચારો ભરાયેલા છે, ઘર કરીને બેઠા છે એને બહાર કાઢીને તમારા મનને સાફ કરવાનું છે,. જેના વિશે હું આગળ જણાવીશ .
તમે
દિવસમાં બે વખત આ ટેકનિકનો ઉપયોગ કરો. અને ખરાબ વિચારોને તમારા મનમાંથી બહાર ફેંકી ને તમારા મનને શાંત કરો , મનમાંથી નેગેટિવ લાગણીઓને બહાર કાઢવાની પ્રક્રિયાથી તમને ઘણો જ આનંદ થશે..
નેગટીવ વિચારો અને લાગણીઓ ને બહાર કાઢવા માટે તમારે એવી કલ્પના કરવાની છે કે, હું એક શાંત જગ્યાએ, કુદરતી વાતાવરણ માં બેઠો છુ,. અને મારા મનના દરેક નેગેટિવ વિચારો અને લાગણીઓને મનમાંથી કાઢીને બહાર ફેંકી રહ્યો છું. અને મારા મન માંથી બહાર કાઢીને ફેંકી રહ્યો છુ. હું ગુસ્સાને મારા મનમાંથી બહાર કાઢીને ફેંકી રહ્યો છું, હું શંકા, અપરાધભાવ, નફરત ,દુઃખ, ઈર્ષ્યા અને નિરાશાને બહાર કાઢીને ફેંકી રહ્યો છું.
જે
વિચારો મને તકલીફ આપે છે, દુઃખ આપે છે, એ બધા જ વિચારોને મારા મનમાંથી બહાર કાઢીને ફેંકી રહ્યો છું. જે ઘટનાઓ મને દુઃખી કરે છે એ બધી જ જૂની ખરાબ ઘટનાઓ ને હું મારા મનમાંથી બહાર કાઢીને ફેંકી રહ્યો છું.
હવે
મારા મનમાં ખૂબ જ આનંદનો અનુભવ થઈ રહ્યો છે મારા મનને ખૂબ જ સારું લાગી રહ્યું છે મારું મન એકદમ શાંત થઈ ગયું છે મારું મન નેગેટિવ વિચારો અને નેગેટિવ લાગણીઓ માંથી મુક્ત થઈ ગયું છે મને ખૂબ જ આનંદ નો અનુભવ થઇ રહ્યો છે.
જ્યાં સુધી તમારા મનમાંથી બધા જ નેગેટિવ વિચારો દૂર થઇ જાય ત્યાં સુધી દરરોજ ૫ ( પાંચ ) મિનિટ આ પ્રમાણે કરશો તો તમને ખૂબ જ રાહતનો અનુભવ થશે.
# બીજી એક વાત ધ્યાનમાં રાખવાની છે કે ફક્ત આપણું મગજ નેગેટિવ વિચારોથી ખાલી કરવાથી કામ પૂરું નથી થતું કારણ કે આપણું માં ખાલી થઈ ગયા પછી પાછું કંઈ તો એમાં આવવાનું જ છે જો તમે તમારા મનમાં બીજું કંઈ નવું ભરાવો નહીં તો જુના ગુસ્સો, ચિંતા ,અપરાધભાવ, શંકા જેવી નકારાત્મક લાગણીઓ ફરી તમને હેરાન કરવાની કોશિશ કરશે.
તમે
જો તમારા મનના દરવાજા પર નો એન્ટ્રી ફોર નેગેટીવ વિચારનું બોર્ડ મારેલું હશે તોપણ જુના નેગેટિવ વિચારો, ફરી તમારા મનમાં જવાની કોશિશ કરશે, કારણ કે ઘણા સમયથી વર્ષો સુધી એ વિચારોને ત્યાં રહેવાની ટેવ પડેલી છે આદત પડી ચૂકી છે.
પરંતુ તમે તમારા મનના દરવાજા પર જો નવા પોઝિટિવ વિચારો ને ચોકી કરવા ચહેરો કરવા ઉભા રાખશો તો એ પોઝિટિવ વિચારો જૂના નેગેટિવ વિચારો સામે લડશે અને તે નેગેટિવ વિચારો ને હરાવશે અને તમારા મનમાં પ્રવેશ કરવા નહીં દે પછી જુના નેગેટિવ વિચારો હાર માનીને હંમેશા માટે જતા રહેશે અને તમને હંમેશા માટે માનસિક શાંતિ મળી જશે. પોઝિટિવ વિચારો ની તાકાત નેગેટિવ વિચારો કરતા અનેક ગણી વધારે હોય છે.
# આ પોઝિટિવ વિચારો જેવા કે આનંદ, ખુશી, શાંતિ, વિશ્વાસ ,કૃતજ્ઞતા ,આશા, પ્રેમ, શ્રદ્ધા ,જેવા વિચારોને તમારા મનમાં ભરસો તો નેગેટિવ વિચારો તમારા મનમાં પાછા પ્રવેશી નહીં શકે.
# જૂની
સારી ઘટનાઓ જે
તમને આનંદ આપે ,ખુશી આપે એ ઘટનાઓ યાદ કરો, એ તમારા મનમાં આનંદ અને ખુશી જેવી સકારાત્મક લાગણી પેદા કરશે.
જ્યારે પણ તમને સમય મળે ત્યારે પ્રકૃતિના શાંત અને સુંદર દ્રશ્યોની કલ્પના કરો જેવા કે
૧. સમુદ્ર કિનારા ની કલ્પના કરો.
૨. સુંદર બગીચા લીલાછમ વન ની કલ્પના કરો,
૩. જંગલમાં વહેતાં ઝરણાં ને યાદ કરો,
૪. જાતજાતના સુંદર મજાના ફૂલોથી ભરેલા બગીચા ની કલ્પના કરો.,
૫. ચાંદની રાત ની કલ્પના કરો એના ઠંડા પવનનો અનુભવ કરો,
ભગવાને બનાવેલા આ પ્રકૃતિના ખજાનાની કલ્પના કરવાથી તમારા મન પર તે ચમત્કારિક અસર કરે છે
# જો તમે આનંદનો શાંતિનો પ્રેમ નો ખુશી નો ભાવ આપે તેવા શબ્દો બોલશો તો તમારા મનને શાંતિ મળશે શાંતિનો અનુભવ થશે.
૧. આનંદ એવો શબ્દ છે જેને વારંવાર તમે ધીમેથી બોલશો તો તમને ખરેખર આનંદનો અનુભવ થશે એવી જ રીતે
ખુશી
પ્રેમ
સફળતા
વિશ્વાસ
શ્રદ્ધા
આ
ચમત્કારી શબ્દોમા ઘણી જ તાકાત છે, તમે આ શબ્દો તમારા અર્ધજાગ્રત મન ને વારંવાર આપશો તો તમારી માનસિક દુનિયામાં તમને શાંતિનો અનુભવ થશે .માનસિક શાંતિ મેળવવાની આ ખૂબ જ સારી રીત છે.
# હવે
હું જે શક્તિશાળી શબ્દો બોલવા જઈ રહ્યો છું તેને દિવસમાં બે વખત બોલશો તો તમને ખૂબ જ ફાયદો થશે
" ભગવાન હંમેશા મારી સાથે છે હું ભગવાન ની મદદથી કોઈપણ કામ કરી શકું છું કારણકે તે મને શક્તિ આપે છે, માર્ગદર્શન આપે છે, હિંમત આપે છે. મારા જીવન પથ માં એ હંમેશા મારી સાથે જ છે. મારા જીવનના દરેક સમયે ભગવાન મારી સાથે જ છે. એ મને પ્રેરણા આપે છે ."
Thank you
Best of luck.
Comments
Post a Comment