Success Story Of KFC Founder Colonel Senders
દોસ્તો વિચારો, 60 ની ઉંમરના વ્યક્તિ રિટાયર થઈ જાય છે, ત્યારે ઘરમાં આરામની જિંદગી વિતાવવા માંગે છે. આજે હું એક એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યો છું, જેમણે ૬૫ વર્ષની ઉમર પછી, પોતાના ચિકન પ્રયોગ સાથે એવો બિઝનેસ ઉભો કર્યો છે આજે 120 દેશોમાં ચાલે છે, 18000 કેએફસી ના રેસ્ટોરન્ટ છે.
આ મોટીવેશનલ સ્ટોરી કોલોનલ સેન્ડર્સ નામના વ્યક્તિની છે. તેઓ આજે એક અરબ પતિ અને કે એફ સી ચિકન કંપનીના માલિક છે. એમણે સફળતા મેળવવા માટે પહેલા ૧૦૦૯ વખત નિષ્ફળતા મળી હતી. તોપણ તેઓ થોભ્યા નહીં અને આજે એમણે સાબિત કરી બતાવ્યું છે, કે ઇચ્છાશક્તિથી શું ના થઇ શકે .કોલોનલ સેન્ડર્સ ની વાર્તા કોઈ ફિલ્મથી ઓછી નથી. એમનું બચપન કંઈ ખાસ ન હતું ,જ્યારે તેઓ છ વર્ષના હતા ત્યારે એમના પિતાનું મૃત્યુ થઈ ગયું .એટલે એમની માતાને કામ કરવા માટે બહાર નીકળવું પડ્યું. એમની માતા ટામેટાની એક ફેક્ટરીમાં કામ કરતા હતા.
સેન્ડર્સ ઘરે પોતાના નાનાભાઈ બહેન નો ખ્યાલ રાખતા હતા. એમણે ધોરણ-૭ મા સુધી જ અભ્યાસ કર્યો .ખર્ચ કાઢવા માટે એમણે નોકરી કરવી પડી .તેઓ ખેતરમાં ,કામ કરતા હતા. ધીરે ધીરે તેઓ 16 વર્ષના નવજુવાન થઈ ગયા.
ત્યાર પછી તેમને આર્મીમાં નોકરી મળી પણ એક વર્ષમાં એમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા ત્યાર પછી એમણે રેલવેમાં મજૂરી કરી પણ ત્યાં પણ તેઓ વધારે સમય ટકી ના શક્યા ત્યાંથી પણ એમને કાઢી મૂકવામાં આવ્યા
હતાશ થઈને તેઓ માતા પાસે આવી ગયા અને ત્યાં રહેવા લાગ્યા. ત્યાં એમણે એક ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકે કામ શરૂ કર્યું. અહીંયા પણ થોડા જ સમયમાં એમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા.
વારંવાર આ સફળતા મળવાથી તેઓ હતાશ જરૂર હતા પણ એમણે હાર ના માની.
ત્યાર પછી તેમણે હોડી બનાવવાની એક કંપની ખોલી. એમાં પણ તેમને નિષ્ફળતા મળી .ત્યાર પછી એમણે ,લેમ્પ બનાવવાની ફેક્ટરી ખોલવાનો વિચાર કર્યો. પણ એ જ સમયે એમની કરતા સારા લેમ્પ બનાવવા વાળી કંપની, બજારમાં આવી અને તેઓ આ કામ શરૂ ના કરી શક્યા.
એમને ચીકન ની વાનગીઓ બનાવવાનું ખૂબ ગમતું હતું. એમને ચીકન ની નવી નવી વાનગીઓ બનાવવામાં ખૂબ રસ હતો એમને એક હોટલમાં ખૂબ તરીકે નોકરી મળી ગઈ હોટેલ મા કુક ની નોકરી કર્યા પછી 65 વર્ષની ઉંમરે, તેઓ રિટાયર્ડ થયા અને ત્યારે એમને 105 ડોલરનો ચેક મળ્યો. થોડા જ દિવસોમાં ૧૦૫ ડોલર પણ, પૂરા થઈ ગયા અને એમને ખાવાના ફરવા લાગ્યા.
એ જાણતાં હતાં પોતે એક શાનદાર રહ્યા છે અને અહીંથી એમણે એમના નવા જીવનની શરૂઆત કરી અને હાર ના માનવાની જીત પકડી. એમને ચિકન બનાવવાનું ખૂબ ગમતું હતું અને ચીકન બનાવવા ના અલગ અલગ એક્સપેરિમેન્ટ કર્યા કરતા હતા.
તેઓ પ્રેસર કુકર અને મસાલા લઈને ફ્રાઇડ ચીકન બનાવવાની માર્કેટિંગ કરવા નીકળી પડ્યા .એમણે અલગ અલગ રેસ્ટોરન્ટના માલિકો ને મળવાનું ચાલુ કર્યું. અહીં પણ સમયે એમને સાથ ન આપ્યો, મોટાભાગના લોકોએ ચિકન ને નકારી કાઢ્યું . રિજેક્ટ કર્યું પણ એમણે હાર ના માની. હંમેશા એમના કાર્યમાં લાગી રહ્યા તેઓ કોશિશ કરતા રહ્યા. તમને એ સાંભળીને આશ્ચર્ય થશે કે ૧૦૦૯ વખત નિષ્ફળતા મળી ત્યાર પછી એમને સફળતા મળી.
વિચારો મિત્રો ૭ વર્ષની ઉંમરમાં જ્યારે લોકો રિટાયર થઈ જાય છે, ત્યારે ઘરમાં આરામની જિંદગી વિતાવવા માંગે છે પણ એમણે પાંચ-સાત વર્ષની ઉંમર પછી, પોતાના ચિકન પ્રયોગ સાથે, એવો બિઝનેસ ઉભો કર્યો છે, જે આજે 120 દેશોમાં ચાલે છે .18000 કેએફસી ના રેસ્ટોરન્ટ છે.
આ દુનિયામાં અશક્ય કંઈ પણ નથી, છતાં લોકો પોતાનો ઇરાદો તોડી નાખે છે .કોઈપણ કામ સાચા દિલથી, ઈમાનદારીથી, મહેનત અને લગનથી કરવામાં આવે તો એક દિવસ સફળતા જરૂર મળે છે.
દોસ્તો આ વાર્તા સાતમું ધોરણ પાસ એક કોલોનલ સેન્ડર્સ ની છે . એમની પાસે કોઈ ટેકનીકલ ડીગ્રી ન હતી, ઉચ્ચ શિક્ષણ પણ ન હતું અને ૧૦૦૯ વખત રિજેક્ટ થવા છતાં પણ ,તમામ સંઘર્ષો, મુસીબતો, નિરાશાઓ માંથી બહાર નીકળીને તેમણે સાબિત કર્યું કે, તમારી અંદર કંઈક કરવાની લગન, ઈચ્છાશક્તિ હોય તો તમે ઉંમરના તમામ બંધનો ને તોડીને, આસમાનની બુલંદીઓ ને સ્પર્શ કરી શકો છો.
Comments
Post a Comment