એક
ગામમાં બે મિત્રો રહેતા હતા. બંને કાચા ઘરમાં રહેતા હતા. બંને સવારે ઊઠીને પોતાના કામ પર જતા હતા. બંને ભગવાનની ખૂબ પૂજા કરતા હતા. એક દિવસ તેમના ગામમાં તોફાન આવ્યું અને ખૂબ જ ભારે વરસાદ પડવા લાગ્યો. સાંજે જ્યારે બંને મિત્રો પોતાના ગામ પહોંચ્યા તો જોયું કે વરસાદ અને તોફાનના કારણે બંનેના ઘરોને નુકસાન થયું હતું. અડધી છત ઉડી ગઈ હતી અને દિવાલો પણ અડધી તૂટી ગઈ હતી.
એ
જોઈને પહેલો મિત્ર ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને બોલે છે, હે ભગવાન હું તારી ખુબ જ પૂજા કરું છું. હું તને ખૂબ માનું છું તોપણ તે મારા ઘરને નુકસાન પહોંચાડ્યું. ગામમાં બીજા પણ ઘણો છે જેમને કોઇ નુકસાન થયું નથી. આ તારું જ કામ છે. અમે તારી ખૂબ પૂજા કરીએ છીએ, તોપણ તું અમને પ્રેમ કરતો નથી.
એટલામાં બીજો મિત્ર ત્યાં આવે છે અને પોતાના ઘરને જોઈને ખુશ થઈ જાય છે, નાચવા લાગે છે, એ કહે છે ભગવાન આજે મને તારા પર વિશ્વાસ થઈ ગયો છે કે તું અમને ખૂબ પ્રેમ કરે છે કારણકે અમારુ ઘર જ તૂટ્યું છે અમારો અડધુ ઘર તેજ બચાવ્યું છે નહીતો આ ભારે તોફાન અને ભારે વરસાદમાં તો અમારો આખું ઘર તૂટી જાત તારી અમારા ઉપર ખૂબ જ મહેરબાની છે. કારણકે અમારા રહેવા માટે અડધું ઘર તો સલામત છે ને ? આ મારી પૂજાનું ફળ છે આથી હું તારી વધારે પૂજા કરીશ મને તારા પર હવે વિશ્વાસ વધી ગયો છે.
દોસ્તો આ વાર્તા પરથી આપણને એ શીખવા મળે છે, કે એક જેવા બંને લોકોએ એક ઘટના ઉપર અલગ અલગ પ્રતિક્રિયા આપી. બંને મિત્ર હતા પણ બંને ની કોઈપણ ઘટનાને જોવાની નજર અલગ અલગ હતી, કોઈપણ ઘટના પ્રત્યેનો દ્રષ્ટિકોણ એમના અલગ અલગ હતો, કોઈપણ ઘટના ને જોઈને બંને મિત્રો અલગ અલગ અર્થઘટન કરતા હતા.
બંનેનો એટીટ્યુડ અલગ હતો
પહેલા મિત્રનો હતી ત્યાં જ નેગેટિવ હતો જે દરેક ઘટનામાં શું કમી છે તે જોતો હતો જ્યારે બીજા મિત્રોનો એટીટ્યુટ હતો તે દરેક ઘટનામાં શું સારું છે તે જોતો હતો. એટલે આપણે બીજા મિત્રોની જેમ જીવનમાં દરેક ઘટના, દરેક મુસીબત માં શું સારું છે, એ જોવું જોઈએ. આપણો દ્રષ્ટિકોણ કોઈપણ વ્યક્તિ અથવા વસ્તુ માટે જો પોઝિટિવ હશે ,ત્યારે જ આપણે આપણું જીવન સારી રીતે જીવી શકીશું અને જીવનનો આનંદ ઉઠાવી શકીશું.
➤ એટીટ્યુડ એટલે શું ?
એટીટ્યુડ એક એવા ચશ્મા છે જેનાથી તમે આ દુનિયાને જુઓ છો. જેનાથી તમે તમારા જીવનને જુઓ છો. જેનાથી તમે તમારા આસપાસના વાતાવરણને જુઓ છો. જો તમે પીડા ચશ્મા માંથી આ દુનિયાને જશો તો દુનિયા પીળી દેખાશે, જો તમે લાલ ચશ્માથી જશો તો તમને આ દુનિયા લાલ દેખાશે અગર જો ચશ્મા જુના થઈ જાય, એના પર ધૂળ લાગી જાય તો આ દુનિયા તમને ઝાંખી દેખાશે
એટીટ્યુડ એટલે માણસો ઘટના આવો વસ્તુઓ ને જોવાનો દ્રષ્ટિકોણ. તમે કેવી નજરથી ઘટનાઓને જુઓ છો એ તમારા ઉપર નિર્ભર કરે છે એક પાણીનો અડધો ગ્લાસ છે આઘાતને તમે કઈ નજરથી જોશો ? પાણીનો અડધો ગ્લાસ ભરેલો છે, કે પાણીનો અડધો ગ્લાસ ખાલી છે. પોઝિટિવ એટિટયુડ વાળા લોકો કહેશે અડધો ગ્લાસ ભરેલો છે. અને નેગેટિવ એટિટયૂડ વાળા લોકો કહેશે અડધો ગ્લાસ ખાલી છે. એટીટ્યુડ એક માનસિક પ્રક્રિયા છે જેના દ્વારા તમે કોઈપણ ઘટના આ વસ્તુ માટે રિએક્શન કેવી રીતે આપો છો, તે તમારા ઉપર નિર્ભર કરે છે એ પોઝિટીવ પણ હોય શકે છે અને નેગેટિવ પણ
➥ કેટલાંક ઉદાહરણ જોઈએ,
પોઝિટિવ એટિટયુડ વાળા વ્યક્તિને પૂછવામાં આવે હાવ આર યુ તો એ જવાબ આપશે આઈ એમ વેરી ફાઈન અને નેગેટિવ એટિટયૂડ વાળા ને પૂછવામાં આવે તો એ બોલશે વેરી બેડ કઈ જ સારું નથી અગર પોઝિટિવ એટિટયુડ દ્વારા વ્યક્તિને તમે પૂછો કે તમારી તબિયત કેવી છે ? તો એ બોલશે ખુબ જ સરસ છે ચાલશે કઈ સારું ચાલતું નથી
પોઝિટિવ એટિટયુડ બોલશે મારી લાઈફ તો સેલિબ્રેશન છે
પોઝિટિવ એટિટયુડ વાળો વ્યક્તિ બોલશે આ આ મુસીબતમાંથી નીકળવાનો રસ્તો જરૂર મળશે
નેગેટિવ એટિટયૂડ વાળો વ્યક્તિ બોલશે આ દુઃખમાંથી ક્યારે બહાર નીકળીશ
નેગેટિવ એટિટયૂડ વાળો બોલશે મારું જીવન તો દુઃખોથી ભરેલું છે
બધા
લોકોનો એટીટ્યુડ અલગ અલગ હોય છે. જો તમે શહેરમાં નીકળો અને અજાણ્યા લોકોને હેલ્લો બોલશો તો બધા લોકોની પ્રતિક્રિયા અલગ અલગ હશે. બધા લોકોનો વ્યવહાર અલગ અલગ હશે. કોઈ સ્માઈલ આપશે, તો કોઈ નજર ફેરવી લેશે, તો કોઈ હાથ મિલાવશે, તો કોઈ ગુસ્સો કરશે, કોઈ હું મસ્ત છું એવું બનશે, તો કોઈ આઈ એમ ઓલરાઇટ એવું બોલશે.
દરેક
વ્યક્તિ પોઝિટિવ એટિટયુડ થી પોતાની જિંદગીની શરૂઆત કરે છે. બાળક જ્યારે ચાલવાની શરૂઆત કરે છે તો ચાલતા ચાલતા પડી જાય છે જ્યારે એ પડી જાય છે. ત્યારે હાથ પકડીને ચાલવાનું શીખવનાર મા-બાપની ભૂલો નથી કાઢતું. એ તો ફરીથી ઊભા થઇને ચાલવાની કોશિશ કરવા લાગે છે. અને પછી એક દિવસ તે ચાલવાનું શીખી જાય છે. એને વિશ્વાસ થઈ જાય છે કે હું બધું જ કરી શકું છું. એના દુનિયાને જોવાના એટીટ્યુડ ના ચશ્મા એકદમ સાફ હોય છે પરંતુ જેમ જેમ એ મોટો થવા લાગે છે તેમ તેમ મા-બાપનો ગુસ્સો, ટોકવું, લોકોની બુરાઈ જેવીકે
➜ તું
આ કામ નહીં કરી શકે.
➜ આ
તારા કામની વાત નથી.
➝ તારામાં તો કોઇ સમજ જ નથી.
➞ બિઝનેસ કરવું એ તારા કામની વાત નથી.
આવી વાતોથી એના એટીટ્યુડ ના ચશ્મા નેગેટિવ થવા લાગે છે. એના ચશ્મા પર દર અને શંકાના ડાઘા લાગી જાય છે. અને એના ચશ્માંમાંથી દુનિયાને જોવાનો એટીટ્યુડ નેગેટિવ થઈ જાય છે. એના જીવનને એ નેગેટીવ તરીકેથી જોવા લાગે છે
વિન્સ્ટન ચર્ચિલે એક ખુબ જ સરસ વાત કહી છે,
"એટીટ્યુડ એક એવી નાની વસ્તુ છે જે મોટો બદલાવ લાવે છે."
➤ તમારા ચશ્મા ને સ્વચ્છ બનાવો.
મારા
દુનિયાને જોવાના ચશ્મા ખૂબ જ ખરાબ થઈ ચૂક્યા હતા. એના પર ધૂળ જામી ગઈ હતી. એટલે હું દુનિયાને સારી રીતે જોઇ શકતો ન હતો. મારા ચશ્મા ના કાચ ઉપર નિરાશા, શંકા, ડર, ગુસ્સો અને ચિંતા જેવા કાળા ડાઘા લાગી ગયા હતા. માટી અને ધૂળ ચોંટી ગયા હતા. મેએ ડાઘા માટી અને ધૂળને સાફ કર્યા .હવે હું આ દુનિયાને સારી રીતે જોઈ શકું છું. મેં મારો એટીટ્યુડ બદલ્યો. એને સાફ કર્યો અને મારા જીવનમાંથી નિરાશા શંકા અને ચિંતાને દૂર કર્યા. તમને તમારા જીવનમાં જે પણ સુખ અને દુઃખ મળે છે. એના માટે તમારો એટીટ્યુડ જવાબદાર છે તમારા સાથે કોઈ કેટલું પણ ખરાબ વર્તન કરે, એનું રિએક્શન તમે કેવી રીતે આપો તે તમારા એટીટ્યુડ પર નિર્ભર છે અગર તમારો એટીટ્યુડ એ ઘટના પ્રત્યે પોઝીટીવ છે તો તમને કંઈ ફરક નહીં પડે કેમકે તમે પોતાને સારા માનો છો. તમારા ચશ્માને સાફ રાખવાનું કામ તમારું છે. તમે તમારા ચશ્મા ને સાફ કરશો તો તમારું જીવન ખૂબ જ સરસ થઇ જશે. તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. તમે તમારા બધા સપના પૂરા કરી શકશો. કેટલી પણ મોટી મુસીબત કેમ ના આવે, તમે એને સારી રીતે હેન્ડલ કરી શકશો તમે મોટામાં મોટું કામ પણ ખૂબ સારી રીતે કરી શકશો.. જે તમને આજે આ સંભવ લાગે છે તમારા goals ની વચ્ચેની જે પણ રુકાવટ છે એ દૂર થઈ જશે તમને સફળતાનો રસ્તો દેખાવા લાગશે. હોઈ શકે કે તમારા સાથે ખુબ જ ખરાબ વર્તન થયું હોય તમને બિઝનેસમાં ખૂબ જ નુકસાન થયું હોય તમારા તમારા ઉપર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો હોય હોઈ શકે કે અત્યાર સુધીનું તમારું જીવન ખુબજ સંઘર્ષથી ભરાયેલું હોય. તમારી અત્યારે જે પણ હાલત પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ તમારા સંબંધ તમારું સ્વાસ્થ્ય કેટલુ પણ ખરાબ હોય આ બધી જ બાબતોને તમે તમારા એટીટ્યુડ થી સારી કરી શકો છો તમારા એટીટ્યુડ તમે બદલી શકો છો તમે તમારા જીવનને ખૂબ જ સરસ બનાવી શકો છો ભગવાને તમને બધી જ શક્તિઓ આપી છે જેનાથી તમે તમારો એટીટ્યુડ બદલીને જીવનને સુંદર બનાવી શકો છો.
Thank You.
Comments
Post a Comment